ટ્વીટર પર હવે ન્યૂઝ વાંચવા માટે પણ રૂપિયા ચૂકવવા પડશે!

0
238

ટ્વીટરના માલિક એલન મસ્કે મોટું એલાન કર્યું છે. હવે ટ્વીટર યૂઝર્સે ટ્વીટર પર ન્યૂઝ વાંચવા માટે રૂપિયા ચૂકવવા પડશે. ટ્વીટર પર મીડિયા પ્રકાશકોને એક ક્લિક સાથે પ્રતિ લેખના આધારે યૂઝર્સથી ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવશે. આ નવો નિયમ એક મેથી લાગુ કરાશે. એલન મસ્કે આ અંગે કહ્યું છે. “ટ્વીટરનો આ નિર્ણય મીડિયા સંસ્થાનો અને યુઝર્સની એક મોટી જીત ગણાશે.” મહત્વનું છે કે, એલન મસ્કે તાજેતરમાં જ બ્લુ ટીક માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી છે. જો યુઝર્સ બ્લૂ ટીક મેળવવા માંગતા હોય તેમણે દર મહીને ૯૦૦ રૂપિયા ચૂકવવા પડશે.