૭૫ બેડ ધરાવતી કેશોદ સિવિલ હોસ્પિટલ માત્ર ૧ જ ડોક્ટરના ભરોસે!

    0
    185

    સરકારી હોસ્પિટલ સંપૂર્ણ સુવિધાયુક્ત બને અને દર્દીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન વેઠવવી પડે તે માટે સરકાર સજ્જ છે, જોકે કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવનારા દર્દીઓને હાલમાં ભારે મુશ્કેલીઓનો સામનો ભોગગવો પડી રહ્યો છે. ૭૫ બેડ ધરાવતી આ સરકારી હોસ્પિટલ માત્ર ૧ જ ડોક્ટરના ભરોસે છે. અહીં દરરોજ ૬૦૦થી વધુ દર્દી સારવાર અર્થે આવે છે. આ પરિસ્થિતિને લઈને અહીં આવનાર દર્દીઓ અને તેમના પરિજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. આ સમસ્યાનો તાત્કાલિક અંત લાવવા માંગ ઉઠી છે.