સ્મશાન ગૃહોમાં થયેલા લાકડા કૌભાંડ બાદ કાર્યવાહી

0
155

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં થયેલા લાકડા કૌભાંડ બાદ રહી રહીને જાગેલા તંત્ર એ બે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કર્યા છે.  કોન્ટ્રાક્ટર સમભાવ સેવા સંઘ અને જય શ્રીકૃષ્ણ સેવા સંઘને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો..લોખંડની ઘોડીઓમાં કોન્ટ્રાકટર દ્વારા ફેરફાર કરી તેમજ વજન કાંટા વિના ઉચ્ચક લાકડા આપી કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા લાકડાનો ઉપયોગ કરી કૌભાંડ કરવામાં આવતું હતું જે મુદ્દે વિવાદ સર્જાતા  વિજિલન્સ તપાસ  પણ સોંપવામાં આવી હતી અને આખરે સ્ટેન્ડિંગ કમિટીમાં બંને કોન્ટ્રાક્ટરોને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર સમભાવ સેવા સંઘ અને જય શ્રીકૃષ્ણ સેવા સંઘને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત આવી હતી. જેને મંજૂર કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરને કુલ 24માંથી 12 જેટલા સ્મશાનોની જવાબદારી સોંપવામાં આવી હતી.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ