દેશના તમામ સરહદી ગામોનો થઇ રહ્યો છે સર્વાંગી વિકાસ
દેશનું પ્રથમ ગામ ઉત્તરાખંડના ચમોલી જીલ્લાનું માના ગામ છે. જે ભારત ચીન સરહદ પર સ્થિત છે. આ ગામના પ્રવેશદ્વાર પર ભારતનું પ્રથમ ગામ બોર્ડ લગાવવામાં આવ્યું. મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું કે માના હવે દેશનું છેલ્લું ગામ નહિ પણ પ્રથમ ગામ છે. સાથે આ સરહદી ગામનો સર્વાંગી વિકાસ પણ થઇ રહ્યો છે. એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ માના ગામને દેશના પ્રથમ ગામ તરીકે સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે દેશની સરહદ પર આવેલા તમામ ગામ છેલ્લા નહિ પરંતુ દેશના પ્રથમ ગામ છે. ઉલ્લેખનીય છેકે આ ગામ બદ્રીનાથની નજીક આવેલું છે અને ભક્તો આ ગામની પણ મુલાકાત લઇ રહ્યા છે. વધુ સમાચારો જોવા માટે જોતા રહો VR LIVE સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ