કલકત્તા હાઈકોર્ટે પશ્રિમ બંગાળ સરકારને ફટકાર્યો બે લાખનો દંડ

0
184

કલકત્તા હાઈકોર્ટે  એક વ્યક્તિની ગેરકાયદેસર ધરપકડ કરવા બદલ રાજ્ય સરકારને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, જો સરકારી એજન્સીઓ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરે છે, તો કોર્ટે પણ તેમને સજા કરવામાં અચકાવવી જોઈએ નહીં. વિશાલ નામના વ્યક્તિની 2022ની ચૂંટણી દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તે તેના પિતરાઈ ભાઈના સમર્થનમાં પ્રચાર કરી રહ્યો હતો, જે કોંગ્રેસના ઉમેદવાર હતા. કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેન્ચે સુનાવણી કરતી વખતે એફઆઈઆરમાં અનેક ગેરરીતિઓ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે રાજ્ય સરકાર પર બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.