ભારતે છેલ્લા એક વર્ષમાં વ્યાપાર વાતાવરણને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. આ મામલે હવે તે સિંગાપોર સાથે સ્પર્ધા કરી રહ્યું છે. મોટા સુધારાને કારણે ભારત વિદેશી કંપનીઓ માટે આકર્ષક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ગ્લોબલ બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ માં ભારત છઠ્ઠા સ્થાન ઉપર પહોંચી ગયું છે. તે જ સમયે, તે એશિયાની 17 અર્થવ્યવસ્થાઓમાં 14માંથી 10માં સ્થાને પહોંચી ગયું છે. આ રેન્કિંગમાં સિંગાપોર ટોચના સ્થાને છે. આ રેન્કિંગ એવા દેશોને આપવામાં આવે છે, જ્યાં આગામી પાંચ વર્ષમાં બિઝનેસનું વાતાવરણ વિશ્વમાં શ્રેષ્ઠ હશે.જોવો વીઆર લાઈવ પર… યુ-ટ્યુબ પર પણ મેળવો અપડેટ્સ