Home State Gujarat ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ પર ગાળિયો કસાયો,ATS કરી શકે છે પૂછપરછ

ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ પર ગાળિયો કસાયો,ATS કરી શકે છે પૂછપરછ

0
ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ પર ગાળિયો કસાયો,ATS કરી શકે છે પૂછપરછ

પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે. પાકિસ્તાનથી 194 કરોડનું ડ્રગ્સ મંગાવવાનો તેની પર આરોપ છે. ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા માટે પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજીને મંજુર કરી દીધી છે. હવે ગુજરાત પોલીસ લોરેન્સ બિશ્નોઈની પુછપરછ કરી શકે છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે.ગુજરાતના NDPSના એક કેસમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી. એટીએસ દ્વારા આ મામલે પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પુછપરછ માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજુર કરી દીધી છે. હવે એટીએસ ડ્રગ્સના કાળા કારોબારનો વધુ પર્દાફાશ કરી શકે છે.