ગોડ ઓફ ક્રિકેટનો 50મો જન્મદિવસ

0
324

24 એપ્રિલના રોજ સચિન તેંદુલકર તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે સચિન તેંદુલકર નામ સાંભળતાની સાથે જ ક્રિકેટના અવિસ્મરણીય દ્રશ્યો આપણી સામે આવી જાય છે. સચિન તેંદુલકરના નામ ઘણા રેકોર્ડસ છે જેને તોડવા લગભગ અશક્ય છે. સચિન તેંદુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારી છે અને સૌથી વધુ ઇન્ટરનેશનલ રન કર્યા છે. તો સાથે જ તેમના નામે સૌથી વધુ ટેસ્ટ સીરીઝ અબે વન-ડે રમવાનો પણ રેકોર્ડ છે , તો વન-ડે મેચમાં તેમને સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો છે. જયારે વન-ડેની વાત થતી હોય ત્યારે એ પણ છે કે સચિન તેંદુલકર વન-ડેમાં ડબલ સેન્ચ્યુરી મારનારા પ્રથમ ખેલાડી છે. અને હા તેમના નામ સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો પણ રેકોર્ડ છે.