કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે પાડ્યા દરોડા

0
52

કેન્દ્રીય નાર્કોટિક્સ વિભાગે અમદાવાદના ચાંગોદરના ગોડાઉનમાં દરોડા પાડ્યા છે. જે પછી નશા માટે વપરાતી દવાઓનો  જથ્થો સીઝ કરાયો છે. ચાંગોદર ગોડાઉનમાંથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો મળ્યો છે. પેઇન કીલર અને ઉંઘની દવાઓનો નશા માટે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યુ છે. મોટી સંખ્યામાં દવાઓનો જથ્થો પકડી પડાયો છે. જો કે દવા મગાવનાર વ્યક્તિ હાલ ફરાર છે. નાર્કોટિક્સ વિભાગને બાતમી મળી હતી કે એનડીપીએસ ડ્રગ્સનું એક વિશાળ કન્સાઈનમેન્ટ ગેરકાયદેસર બજારમાં વાળવામાં આવશે. આ બાતમી અનુસાર નાર્કોટિક્સ વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી. જે પછી સીબીએન, નવી દિલ્હી અને ડ્રગ વિભાગ, ગુજરાતની પ્રિવેન્ટિવ ટીમે દરોડો પાડીને અલ્પ્રાઝોલમ ટેબ્સ- 44,લાખ 55 હજાર ,600 અને ટ્રામાડોલ કેપ્સ-57 લાખ ,87 હજાર 052 સહિત કુલ-1 કરોડ 02 લાખ 42 હજાર 652 ટેબ્લેટ અને કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી હતી.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.