અંતરિયાળ આદિવાસી ગામડાઓ સુધી સરકારની યોજના પહોચાડી
મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો એક સમયે નક્સલવાદી હિંસા માટે જાણીતો હતો, જિલ્લાના દૂરના વિસ્તારોમાં રહેતા લોકો વર્ષોથી વિકાસની રાહ જોઈ રહ્યા છે. કુપોષણની સમસ્યા આ જિલ્લા માટે અભિશાપ સમાન છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર કુપોષણ દૂર કરવા અને આરોગ્ય જાળવવા માટે આદિવાસી ગામડાઓ સુધી પહોંચી રહી છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આ વિસ્તારમાં પહોંચે તે માટે સરકારના દરેક વિભાગ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાના બાળકોને આરોગ્યપ્રદ આહાર આપવામાં આવે છે.