અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ

0
182

ધાર્મિક દૃષ્ટિએ અક્ષય તૃતીયાની તિથિ ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અક્ષય તૃતીયા તરીકે ઉજવવામાં આવે છે. તેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ સિવાય આજના દિવસે સોનું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે આ દિવસે પૂજા કરવા ઉપરાંત સોનું ખરીદવાની પણ વિધિ છે. એવું માનવામાં આવે છે કે આનાથી સુખ અને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. વૈશાખ માસના સુદ પક્ષની આ ત્રીજની તિથિ અત્યંત ફળદાયી મનાય છે. એમાં પણ આજે અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, સૌભાગ્ય યોગ ,ત્રિપુષ્કર યોગ અને આયુષ્યમાન યોગ બની રહ્યો છે. આ 6 શુભ સંયોગના લીધે આ તિથિ સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારી મનાઈ રહી છે. અક્ષય તૃતીયા એ માતા લક્ષ્મીની પરમ કૃપાને પ્રાપ્ત કરાવનારો દિવસ માનવામાં આવે છે.