HomeGujarat૧૪ વર્ષીય પુત્રી ગર્ભવતી બનતા જ પરિવાર સ્તબ્ધ!

૧૪ વર્ષીય પુત્રી ગર્ભવતી બનતા જ પરિવાર સ્તબ્ધ!

અંકલેશ્વરમાં સગા મામાએ ભાણી પર દુષ્કર્મ આચર્યું

અંકલેશ્વરમાં હાલ દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સગા મામાએ જ પોતાની ભાણી પર દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી છે. સગા મામાએ ગાડી શીખવા બહાને ૧૪ વર્ષીય ભાણીને ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ પોલીસ મથક ખાતે નોંધાઈ હતી. આરોપીએ પોતાની ભાણી ધમકી આપી હતી કે, જો તેણી આ અંગેની જાણ કોઈને કરશે તો તેની હત્યા કરી દેવામાં આવશે. જોકે, પુત્રી ગર્ભવતી હોવાની જાણ પરિવારને થતા જ સમગ્ર મામલો સામે આવ્યો હતો, ત્યારબાદ સગીરાના માતા-પિતા અને નરાધમ મામા સામે અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments