મિનિટમેન-3 મિસાઈલની રેંજ ૧૦ હજાર કિલોમીટર!
વિશ્વની મહાસત્તા એવા દેશ એટલે કે, અમેરિકાએ તાજેતરમાં જ પોતાના સૌથી શક્તિશાળી મિનિટમેન-3 ઇન્ટરકોન્ટીનેન્ટલ બેલીસ્ટીક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે, જેની રેંજ 10 હજાર કિલોમીટર છે. આ મિસાઈલની રેન્જમાં રશિયા સહિત દુનિયાના મોટાભાગના દેશો આવી જાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ મિસાઈલ અમેરિકાએ પોતાના દુશ્મન દેશો ઈરાક, સિરિયા, લિબિયા, રશિયા અને ઉત્તર કોરિયાને ધ્યાનમાં રાખીને વિકસાવી છે. મિનિટમેન-3 મિસાઈલ ડઝનબંધ પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે, જેની ઝડપ પ્રતિ કલાક 24000 કિલોમીટર છે, જે અમેરિકાની વાયુસેનાના ગ્લોબલ સ્ટ્રાઈક કમાન્ડમાં સામેલ છે.