સીયુપીટી ટેસ્ટની તારીખો થઇ જાહેર- આ રહી તારીખો

0
131

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે લેવાતી કોમન યુનિવર્સિટી એન્ટ્રેન્સ ટેસ્ટ (પોસ્ટ ગ્રેજ્યુએટ)ની તારીખ જાહેર કરી છે. યુજીસીના ચેરમેન એમ.જગદેશ કુમારે પણ ટેસ્ટને લઈને એક ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે 5 થી 12 જુન 2023ની વચ્ચે એક આખું અઠવાડીયામાં આ પરીક્ષા લેવામાં આવશે. કોમન યુનિવર્સિટી એન્ટ્રેન્સ ટેસ્ટ માટે ઉમેદવારો 5મે સુધી પરીક્ષા માટે અરજી કરી શકે છે. પરીક્ષાની તારીખ જાહેર કરતાં એનટીએ કહ્યું કે ઉમેદવારોને પરીક્ષા સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે નિયમિતપણે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.