HomeBreaking NewsUP -ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીની પત્ની ભાગેડુ જાહેર

UP -ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીની પત્ની ભાગેડુ જાહેર

યુપી સરકાર કરી રહી છે માફિયાઓ સામે કડક કાર્યવાહી

સીએમ યોગીના શાસનમાં, ઉત્તર પ્રદેશ પોલીસે ભયંકર ગુંડાઓની આસપાસ પોતાનો ગાળિયો  કસ્યો છે. યુપી સરકાર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહી હોવાથી, જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીની પત્નીને ભાગેડુ જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસે મુખ્તારની પત્ની અફસા અન્સારી પર 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારી અને તેના સાથીદારો સામે કડક કાર્યવાહી કરી છે. મુખ્તારની પત્ની અફસા અંસારી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લાંબા સમયથી અફસા ફરાર હતી અને હવે પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા 25 ગેંગસ્ટરોની મોસ્ટ વોન્ટેડ યાદીમાં મુખ્તાર અંસારીનો પણ સમાવેશ થાય છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments