એલન મસ્કે હાલમાં જ એક ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી કે તમારું ટ્વિટર બ્લુ ટિક હટાવી દેવામાં આવશે. જો તમે પણ ટ્વિટર યુઝર છો, તો તમારે હવે બ્લુ ટિક માટે ચૂકવણી કરવી પડશે. સીઈઓ ઈલોન મસ્કએ કહ્યું છે કે જે યુઝર પેમેન્ટ નહીં કરે તેમને બ્લુ ટિકનો લાભ નહીં મળે. ઈલોન મસ્કે જણાવ્યું હતું કે 20 એપ્રિલથી ટ્વિટર પરથી લેગસી બ્લુ ટિક માર્ક વેરિફાઈડ એકાઉન્ટમાંથી હટાવી દેવામાં આવશે. તેમણે તેમના ટ્વિટમાં કહ્યું કે “લેગસી બ્લુ ચેકમાર્ક 20 એપ્રિલથી દૂર કરવામાં આવશે.” ઉપરાંત, જો બ્લુ ટિક જરૂરી હોય તો માસિક ચાર્જ ચૂકવવો પડશે, ત્યારબાદ જ એકાઉન્ટ પર બ્લુ ટિક માર્ક સક્રિય થશે.