23 એપ્રિલે TET-2ની  પરીક્ષા લેવામાં આવશે

    0
    159

    23 એપ્રિલના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા  TET-2 લેવામાં આવશે. જ્યભરમાંથી અંદાજે 2 લાખ 76 હજાર 66 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ન થાય અને સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે ખાસ એસઓપી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ પરીક્ષા આપનાર ઉમેદવાર પરીક્ષાખંડમાં પોતાની ઓળખ માટેનું ફોટો આઈડીકાર્ડ લઈ જઈ શકશે. ઉમેદવાર હોલ ટિકિટ અને ઓળખકાર્ડ સિવાય અન્ય કોઈપણ પુસ્તક, કાગળ, સાહિત્ય, બ્લુટુથ ડિવાઈસ, મોબાઈલ, કેલ્ક્યુલેટર, ડિઝીટલ કેમેરા, સ્માર્ટવોચ, ઈયરફોન કે કોઈ ઈલેક્ટ્રોનિક્સ સાધન પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ ઉમેદવાર મોબાઈલ સાથે પકડાય તો સ્થળ સંચાલકએ તરત પોલીસ ફરિયાદ કરવાની સુચના આપવામાં આવી છે. પરીક્ષા દરમિયાન પરીક્ષા ખંડમાં કોઈ ઉમેદવાર અન્ય કોઈ ઉમેદવાર સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કે વસ્તુની આપલે કરી શકશે નહીં, ઉમેદવાર પાસેથી ગેરરીતિનું સાહિત્ય મળે તો તેની સામે ગેરરીતિનો કેસ કરવા સૂચના આપવામાં આવી છે