HomeDeshચેન્નાઈમાં એક 70 વર્ષ જૂની ઈમારત ધરાશાયી

ચેન્નાઈમાં એક 70 વર્ષ જૂની ઈમારત ધરાશાયી

કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ 
ચેન્નાઈમાં એક 70 વર્ષ જૂની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળ નીચે ચાર લોકો ફસાયા હોવાની આશંકા છે, અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી હજુ ચાલુ છે. જ્યારે આ ઘટના બની ત્યારે ઉત્તર ચેન્નાઈના મન્નાડીમાં આવેલી ઈમારતનું રિનોવેશન ચાલી રહ્યું હતું. ડેપ્યુટી મેયર એમ. મૃગેશ કુમારે જણાવ્યું હતું કે, "ઘટના સમયે લગભગ 10 લોકો કામ કરી રહ્યા હતા. છ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કાટમાળ નીચે ફસાયેલા ચાર લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે."

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments