પુલવામામાં આરોગ્ય સુવિધાઓને વધારવાનું આયોજન
જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પુલવામા જિલ્લાના ઘણા વિસ્તારોમાં આરોગ્યસંભાળ સુવિધાઓને વધારી રહ્યું છે. આ સંદર્ભમાં, પુલવામાના મુરાન ગામમાં એક નવા પ્રકારનું તબીબી સહાય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રામીણ વિકાસ વિભાગ 51 લાખના ખર્ચે આ તબીબી સહાય કેન્દ્રનું નિર્માણ કરી રહ્યું છે અને તે આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થશે. અગાઉ, આ ગ્રામજનોને તબીબી સંભાળની સુવિધાના અભાવને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેઓને તેમના દર્દીઓને પુલવામાની જિલ્લા હોસ્પિટલ અથવા શ્રીનગરમાં ખસેડવા પડતા હતા. આ તબીબી સહાય કેન્દ્રનું નિર્માણ એ કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે કરવામાં આવેલી નવી પહેલોની શ્રેણીમાં નવીનતમ ઉમેરો છે. તબીબી સહાય કેન્દ્ર કાર્ડિયોગ્રામ ,બ્લડ સુગર પરીક્ષણો જેવી મૂળભૂત અને ઈમરજન્સી સેવાઓ પ્રદાન કરશે.