HomeAhmedabadઅમદાવાદમાં મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં કરાયો વધારો,દર 12 મિનિટે મળી રહેશે મેટ્રો ટ્રેન

અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં કરાયો વધારો,દર 12 મિનિટે મળી રહેશે મેટ્રો ટ્રેન

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે. મહત્વનું છે કે, અગાઉ પીક અવર્સ પર દર 15 મિનિટે  મેટ્રો ટ્રેન મળતી હતી. શહેરમાં વહેલી સવારે અનેક વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય છે, જ્યારે નોકરીયીતો પણ સવારે નોકરીએ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને સવલત રહે તે ધ્યાન લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારે કરાયો છે. 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments