ચાંદોદ પંથકમાં અચાનક કમોસમી વરસાદનું આગમન

0
176

રાજ્યમાં ભર ઉનાળે બેવડી ઋતુનો અનુભવ થયો હતો.વડોદરા નજીક આવેલા ડભોઇના ચાંદોદ પંથકમાં અચાનક કમોસમી વરસાદનું આગમન થયું હતુ. વરસાદ વરસતા ઠંડકનો માહોલ પ્રસર્યો હતો. જો કે વરસાદ પડ્યા બાદ અસહ્ય ગરમી અને બફારાથી  લોકોને આંશિક રાહતનો અનુભવ થયો હતો. સાથે જ વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીના  તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વરસાદ બાદ ચાંદોદ વિસ્તારમાં પણ પાણી-પાણી થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો. થોડીકવાર માટે પડેલા કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જો કે વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. હજુ આગામી 24 કલાક વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા છે.