બ્લુમબર્ગનો ચોંકાવનારો અહેવાલ,ભારતમાં ‘નકામી’ ડિગ્રીઓથી બેરોજગારોની પેઢી પેદા થઈ

0
124

ભારતમાં બેરોજગારી વધીને વિકરાળ સ્તરે પહોંચી ગઈ છે. આ બેરોજગારી વધવાનું મૂળ કારણ દેશમાં રોજગારીનો અભાવ નહીં, પરંતુ અપૂરતા શિક્ષણ સાથે ‘નકામી’ ડિગ્રીઓ છે, જે યુવાનોને નોકરીની તકો પૂરી પાડવામાં અવરોધરૂપ બની છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ભારતીય યુવાનોની ડિગ્રીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે. બ્લૂમબર્ગના અહેવાલમાં કહેવાયું છે કે, અત્યારે દેશમાં સૌથી મોટી સમસ્યા રોજગારીની તકો નહીં, પરંતુ નોકરી માટે યોગ્ય લોકોની અછત છે. રોજગારીની વિપુલ તકો છે, કંપનીઓને માણસોની જરૂર પણ છે, પરંતુ તેમને નોકરી માટે યોગ્ય લોકો નથી મળી રહ્યા. આ સ્થિતિ પણ ત્યારે છે જ્યારે દર વર્ષે લાખો લોકો ગ્રેજ્યુએટ થઈને કોલેજમાંથી બહાર નીકળી રહ્યા છે અને વર્કફોર્સનો ભાગ બની રહ્યા છે. સૌથી વધુ વિરોધીભાસ તો તે છે કે આજે દુનિયાની મોટી મોટી કંપનીઓ ગૂગલથી લઈને આલ્ફાબેટના વડા-સીઈઓનું સ્થાન ભારતીય મૂળના લોકો શોભાવી રહ્યા છે. સુંદર પિચાઈથી લઈ સત્યા નાડેલા સહિતના ધૂરંધરો ભારતની યુનિવર્સિટીઓમાંથી જ બહાર આવ્યા છે, ત્યાં બીજા છેડે નાની યુનિવર્સિટીઓમાં અને હજ્જારો ખાનગી કોલેજોમાં તો પૂરતા પ્રોફેસરો જ નથી હોતા અને જે કોઈ હોય છે તે પણ પૂરતા તાલિમબદ્ધ નથી હોતા. તેમ વૈશ્વિક સંશોધન સંસ્થા બ્લુમબર્ગ જણાવે છે. ડિગ્રીધારી યુવાનો પાસે તેમના વિષયનું કે સામાન્ય જ્ઞાન પણ નથી