HomeAhmedabadગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો

અમદાવાદમાં સૌથી વધુ નવા ૯૧ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. નવી યાદી મુજબ,  ગુજરાતમાં કોરોનાના નવા ૩૦૪ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૯૧ કેસ નોંધાયા છે, જયારે રાજકોટમાં નવા ૧૨ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ વડોદરામાં ૩૪, સુરતમાં ૪૨, મહેસાણામાં ૧૯ , વલસાડમાં ૧૪ કેસ, ગાંધીનગરમાં ૧૯, જયારે ભરૂચ-સાબરકાંઠામાં ૧૦-૧૦ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં હાલ ૬ લોકો વેન્ટીલેટર પર છે. જયારે ૨૧૪૯ દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૯૭ ટકા છે. નવી યાદી પ્રમાણે વધુ ૩૭૦ લોકો ડીસ્ચાર્જ થયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments