ડમીકાંડને લઈને બેઠકોનો ધમધમાટ, ગૃહવિભાગે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

0
245

ભરતી પરીક્ષામાં સામે આવેલા ડમીકાંડને લઈને ગૃહમંત્રાલયમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગૃહવિભાગે આ અંગે હાઈલેવલ બેઠક પણ બોલાવી છે. આ બેઠકમાં ATSના DIG દીપેન ભદ્રન પણ હાજર છે.ભાવનગર ભરતી પરીક્ષા ડમીકાંડને લઈને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. ગૃહમંત્રાલયમાં બેઠકોનો દૌર શરૂ થયો છે. જેમા ATSના DIG દીપેન ભદ્રન પણ બેઠકમાં હાજર છે. જ્યારે ભાવનગર રેન્જના IG ગૌતમ પરમાર પણ હાજર છે. છેલ્લા એક સપ્તાહથી ડમીકાંડને લઈને રોજ નીતનવા ખૂલાસા થઈ રહ્યાં છે.