સુરતમાં પુત્રની છઠ્ઠી પ્રસંગે નાચતા-નાચતા પિતાનું મોત,જાણો શું છે કારણ

    0
    155

    રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો બાદ હાર્ટ એટેકના કારણે મૃત્યુના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.સુરતમાં પણ યુવકે હાર્ટએટેકને કારણે જીવ ગુમાવ્યો છે.  સુરતમાં ખુશીનો પ્રસંગ અચાનક જ માતમમાં ફેરવાઇ ગયો હતો. કોસાડ ગામ ખાતે કિરણ ઠાકુર નામના વ્યક્તિનું નાચતા નાચતા મોત થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. કિરણભાઇનું મોત હાર્ટએટેકથી થયાની આશંકા વ્યકત કરાઇ છે. કિરણ પુંડલીકભાઇ ઠાકુર પુત્રના છઠ્ઠી પ્રસંગે સાસરીમાં ગયા હતા. કિરણભાઇ પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં તેઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડૉકટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કિરણભાઇના કેસમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તબીબોએ જરૂરી સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.