HomeDesh ધ્રુસકે-ધ્રુસકે રડી અતીકના શૂટર લવલેશ તિવારીની માતા

 ધ્રુસકે-ધ્રુસકે રડી અતીકના શૂટર લવલેશ તિવારીની માતા

પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબાર કરનારા ત્રણ શૂટરોમાંથી એક લવલેશ તિવારી બાંદાના ક્યોત્રા વિસ્તારનો રહેવાસી છે. તેની માતા આશા દેવીએ જણાવ્યું કે લવલેશ ભગવાનનો ભક્ત હતો. તે પૂજા કર્યા વિના ભોજન પણ કરતો ન હતો. આ દરમિયાન લવલેશની માતા રડવા લાગી હતી. તેણે જણાવ્યું કે તેને ચાર પુત્રો છે. જેમાં લવલેશ ત્રીજા નંબરે છે. આશા દેવીએ કહ્યું કે તે નથી જાણતી કે આ બધું કરવાનો વિચાર તેના મનમાં કેવી રીતે આવ્યો. તે હંમેશા લોકોને મદદ કરનાર વ્યક્તિ હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments