7,500 કરોડથી વધુના ખર્ચે ‘પ્રલય’ મિસાઇલો ખરીદશે ભારત

0
485

રોકેટ ફોર્સ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે ભારત

એક મજબૂત રોકેટ ફોર્સ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતીય સશસ્ત્ર દળો પ્રલય બેલિસ્ટિક મિસાઇલોના વધુ બે એકમો માટે ઓર્ડર આપવા માટે તૈયાર છે. 7,500 કરોડથી વધુના ખર્ચે ‘પ્રલય’ મિસાઇલો હસ્તગત કરવામાં આવશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે આ મિસાઇલોના એક યુનિટને મંજૂરી આપ્યા બાદ આ નીત્નાય લેવામાં આવ્યો છે.  પ્રલય બેલેસ્ટિક મિસાઈલ 150 થી 500 કિમી સુધીના લક્ષ્યોને દૂર કરી શકે છે અને દુશ્મન માટે તેને અટકાવવું અત્યંત મુશ્કેલ છે. આ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવી છે. અધિકારીઓ આ મિસાઇલોની રેન્જને વધુ કેટલાક સો કિલોમીટર સુધી વધારવા માટે કામ કરી રહ્યા છે ચીન અને પાકિસ્તાન બંને પાસે બેલેસ્ટિક મિસાઈલો છે જે વ્યૂહાત્મક ભૂમિકા માટે છે. આ મિસાઈલને પહેલા ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવશે અને ત્યારબાદ ભારતીય સેના તેને સામેલ કરશે