HomeDeshCM જગન મોહન રેડ્ડીના કાકાની ધરપકડ,જોણો શું છે સમગ્ર મામલો

CM જગન મોહન રેડ્ડીના કાકાની ધરપકડ,જોણો શું છે સમગ્ર મામલો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ ​​ભૂતપૂર્વ સાંસદ વિવેકાનંદ રેડ્ડીની હત્યા મામલે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના કાકા વાયએસ ભાસ્કર રેડ્ડીની ધરપકડ કરી છે. ભાસ્કર રેડ્ડીની પૂર્વ સાંસદ વિવેકાનંદ રેડ્ડીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. વિવેકાનંદ રેડ્ડી આંધ્રપ્રદેશના દિવંગત મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીના ભાઈ અને આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડીના કાકા હતા.15 માર્ચ 2019ના રોજ રાત્રે રાજ્યની વિધાનસભાની ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા પુલિવેન્દુલા ખાતેના તેમના નિવાસસ્થાને જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments