અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી છે. હત્યાની આ ઘટનાએ સમગ્ર પ્રયાગરાજમાં ખળભળાટ મચાવી દીધો હતો. પૂર્વ સાંસદ અને માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની શનિવારે રાત્રે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.હત્યાની આ ઘટના પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ, આ ઘટનાને અંજામ આપનારા ત્રણ ગુનેગારોને પોલીસે કસ્ટડીમાં લીધા છે.માફિયા અતીક અને તેના ભાઈ અશરફની શનિવારે રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરવામાં આવી હતી. પોલીસ તેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઈ જતી હતી. સાથે જતી વખતે પત્રકારો અતીકને પ્રશ્ન કરી રહ્યા હતા. આ દરમિયાન, ત્રણ યુવકો પોલીસની સુરક્ષા કોર્ડન તોડવા માટે મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને અતીકને માથામાં ગોળી મારી દીધી હતી. આ પછી અશરફ પર ફાયરિંગ થયું હતું. બન્ને ત્યાં જ ઢળી પડ્યા હતા.હુમલાખોરોની ઓળખ લવલેશ, સની અને અરુણ મૌર્ય તરીકે થઈ છે. તેમની પાસેથી મીડિયા કાર્ડ, કેમેરા અને માઈક પણ મળી આવ્યા છે.