ભાવનગર ડમી કાંડમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, આ ચાર પૈકી ત્રણ સરકારી કર્મચારીઓ છે, જ્યારે એક વ્યક્તિ ગ્રાફિક્સ એડિટર છે, સાથે આપના આગેવાન રમણિક જાની વિશે પણ ફરિયાદ નોધાઇ છે,તમને જણાવી દઇએ કે રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા જુનીયર કલાર્કની કસોટીને લઈને ભાવનગર તથા બોટાદ જિલ્લાના ગામડાઓના 36થી વધુ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં પોલીસે 36 માંથી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વપુર્ણ છે કે ચાર આરોપીઓ પૈકી બોટાદ જિલ્લાના ગામડાઓના ઉમેદવારોએ મૂળ તળાજા તાલુકાના વતની અને કૌભાંડના મુખ્ય સૂત્રધ્ધાર શરદ ભાનુશંકર પનોત તથા પ્રકાશ ઉર્ફે પીકે કરશનભાઇ દવે એ વિદ્યાર્થીઓ ની હોલ ટીકીટો સાથે ચેડાં આચરી મૂળ વિદ્યાર્થીઓ ના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી રૂપિયાની કમાણી કરી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ કેસમાં હવે વિદ્યાર્થી નેતા યુવરાજ સિહ જાડેજાનું પણ નામ સામે આવી રહ્યુ છે,જેને તેઓએ રદીયો આપ્યો છે,