HomeDeshરાયગઢમાં ગંભીર અકસ્માત

રાયગઢમાં ગંભીર અકસ્માત

રાયગઢમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જયારે 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. મુંબઈ-પુણે ઓલ્ડ હાઈવે પર એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ખોપોલી વિસ્તારમાં શિંગરોબા મંદિર પાછળ હાઈવે પરથી જઈ રહેલી ખાનગી બસ ખાડામાં પડી ગઈ હતી. રાયગઢ એસપીના જણાવ્યા અનુસાર બસમાં 40 થી 45 લોકો સવાર હતા, જેમાંથી 10  લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ છે. બસને હટાવવા માટે ક્રેન બોલાવવામાં આવી છે.બસમાં ગોરેગાંવ વિસ્તારના એક સંગઠન સાથે સંકળાયેલા લોકો હતા, જેઓ એક કાર્યક્રમ માટે પૂણે ગયા હતા અને પુણેથી પરત ફરી રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments