જમ્મુ કાશ્મીરમાં બૈસાખી મેળામાં દુર્ઘટના

0
331

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં બૈસાખીના તહેવારની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બૈસાખી નિમિત્તે બૈન ગામના બેની સંગમ ખાતે મેળો ભરાય છે. આ મેળામાં ભાગ લેવા માટે આસપાસના ઘણા ગામોમાંથી લોકો એકઠા થાય છે તે દરમિયાન ચૈનાની તાલુકામાં બિનિસંગ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો. પુલ ટુટી પડતા ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસકર્મીઓ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો હાલ  તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.