ભારતમાં એક મોટો સાયબર હુમલાના એંધાણ છે. ગૃહ મંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે તમામ રાજ્યોનું મોટું એલર્ટ આપતાં કહ્યું કે ઇન્ડોનેશિયાનું એક સાયબર એટેક જૂથ ભારતમાં 12,000 સરકારી વેબસાઇટ્સને કથિત રીતે નિશાન બનાવી રહ્યું છે.
ચેતવણીમાં સંબંધિત સરકારી અધિકારીઓને નિવારક પગલાં લેવાની વિનંતી કરતી વખતે કહેવામાં આવ્યું છે કે, “એવું જાણવા મળ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની વેબસાઇટ્સને સંભવિત રીતે નિશાન બનાવવામાં આવી રહી છે.