પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે જનતાને સંબોધિત કરતી વખતે તેમણે કંઈક એવું કહ્યું જેની ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે અમે તાજમહેલને અચાનક નષ્ટ નહીં કરીએ. હકીકતમાં સિલેબસમાં ફેરફારને લઈને મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ પર ઈતિહાસ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો. તેમણે લોકોને કહ્યું કે જો તમે મારી સાથે ઉભા રહેશો તો ઘણી સારી બાબતો બનતી રહેશે. હું કશું તોડીશ નહીં. અમે કોઈની નોકરી નહીં લઈએ. અમે અચાનક તાજમહેલને નકારીશું નહીં. અમે અચાનક વિક્ટોરિયા મેમોરિયલથી પોતાને દૂર કરીશું નહીં. ઈતિહાસ ઈતિહાસ છે. વધુમાં મમતા બેનર્જીએ કહ્યું કે આપણામાંથી કોઈમાં ઈતિહાસ બદલવાની શક્તિ નથી. આ જ કારણ છે કે ભારતનો ઈતિહાસ એ ભારતનો વારસો છે.