યુગાન્ડા સાથેનો સંબંધ ખૂબ જ મહત્વપૂર્ણ છેઃએસ.જયશંકર

0
148

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે જ યુગાન્ડાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. ગુરુવારે ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને આફ્રિકા, ખાસ કરીને ભારત અને યુગાન્ડા વચ્ચે ભાવિ સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત યુગાન્ડા સાથેના સંબંધોને મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે જ્યારે હું બે દિવસ પહેલા કમ્પાલા આવ્યો હતો ત્યારે રાષ્ટ્રપતિ મુસેવેનીને મળ્યો હતો. આ પછી તેઓ વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને વાણિજ્ય પ્રધાનને પણ મળ્યા હતા. આ સિવાય જળ સંસાધન મંત્રી અને અન્ય ઘણા લોકોને પણ મળ્યા હતા. તેમણે કહ્યું કે યુગાન્ડા પ્રવાસની મહત્વપૂર્ણ ઘટનાઓમાં, એક નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન હતું અને બીજું સોલાર વોટર પંપ પ્રોજેક્ટના નિર્માણની શરૂઆત હતી