ચોથા ક્વાર્ટરમાં TCSને થયો 11,392 કરોડ રૂપિયાનો નફો

    0
    157

    દેશની સૌથી મોટી IT કંપની TCS એ નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ચોથા ક્વાર્ટરમાં TCS નો ચોખ્ખો નફો 14.8 ટકા વધીને રૂ. 11,392 કરોડ નોંધાયો હતો. અગાઉ ક્વાર્ટરમાં TCSનો ચોખ્ખો નફો રૂ. 10,846 કરોડ હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં TCSની આવકમાં 16.9 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ચોથા ક્વાર્ટરમાં TCSની આવક 59,162 કરોડ રૂપિયા હતી. જ્યારે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં આવક રૂ. 50,591 કરોડ હતી. ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર વચ્ચેની આવક રૂ. 58,229 કરોડ હતી. 2022-23માં TCSની આવક બજારની અપેક્ષા કરતાં સારી રહી છે, જોકે નફો અપેક્ષા કરતાં ઓછો રહ્યો છે. જોકે, ચોથા ક્વાર્ટરમાં આવક અને નફો બંને બજારના અંદાજ કરતાં ઓછા છે.TCSએ તેના રોકાણકારોને શેર દીઠ રૂ. 24ના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.