એન્કર
ટ્વિટરની કમાન સંભાળતા જ ઈલોન મસ્કે અનેક મોટા ફેરફાર કર્યા છે. હવે બ્લૂ ટિક યૂઝર્સ અંગે ઈલોન મસ્કે એક મોટી જાહેરાત કરી છે. મસ્કે ટ્વિટર એકાઉન્ટ પરથી વેરિફાઈડ માર્ક બ્લૂ ટિક હટાવવાની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે. હવે જો ટ્વિટરનું બ્લૂ ટિક મેળવવા માટે સબ્સક્રિપ્શન નહીં લીધું હોય તો આગામી 20 એપ્રિલથી એકાઉન્ટ પરથી બ્લૂ ટિક વેરિફાઈડ માર્ક હટી જશે. ટરે પ્રથમ વખત 2009માં વેરિફાઈડ એકાઉન્ટની શરૂઆત કરી હતી જેનાથી યૂઝર્સને એ જાણવામાં મદદ મળી શકે કે તેમના એકાઉન્ટ પ્રસિદ્ધ હસ્તીઓ જેમ કે રાજનેતા, કંપનીઓ અને બ્રાન્ડ સમાચાર સંગઠનના છે. અગાઉ કંપની વેરિફિકેશન માટે કોઈ ચાર્જ વસૂલતી નહોતી.