ભારતીય અર્થતંત્ર સારું પ્રદર્શન કરશે: IMF

0
322

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા સારી રીતે કામ કરી રહી છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને ભારતીય અર્થતંત્ર આગામી વર્ષમાં પણ સારું પ્રદર્શન કરશે. IMFએ વધુમાં કહ્યું કે આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો થવા છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. જો કે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરવામાં આવ્યો છે.  વૈશ્વિક સંસ્થાએ તેના વાર્ષિક વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં 2024-25 માટે ભારતની વૃદ્ધિની આગાહી ઘટાડીને 6.3 ટકા કરી છે. અગાઉ જાન્યુઆરીમાં એવો અંદાજ જણાવવામાં આવ્યો હતો કે આ આંકડો 6.8 ટકા રહેશે. ચાલુ નાણાકીય વર્ષમાં 5.9 ટકાના વિકાસ દરની સરખામણીએ 2022-23માં વિકાસ દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે. IMFનો વિકાસ અનુમાન RBIના અંદાજ કરતા ઓછો છે.