સરકાર લોકતંત્રને ખતમ કરી રહી છેઃસોનિયા ગાંધી

0
172

રાહુલ ગાંધીની સંસદની સભ્યતા રદ્દ થવા અંગે કોંગ્રેસના વરિષ્ઠ  સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લોકતાંત્રિક સંસ્થાઓનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, લોકશાહી અને લોકતાંત્રિક જવાબદારી પ્રત્યે સરકારની ઊંડી અણગમો ચિંતાજનક છે. કોંગ્રેસ નેતાએ મોદી સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો અને મીડિયાને નિયંત્રિત કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે વધુમાં  કહ્યું કે ભારતના લોકોને હવે સમજાઈ ગયું છે કે વર્તમાન પરિસ્થિતિમાં પીએમ મોદીના કથન અને કાર્યોમાં મોટો તફાવત છે.સોનિયા ગાંધીએ કહ્યું કે દેશને ચૂપ કરાવીને દેશની સમસ્યાઓને ઉકેલી નહીં શકાય. પીએમ મોદી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર થાય છે, આ બાબતે અમારા જે પણ વાજબી સવાલો છે, તે અંગે પણ તેઓ મૌન છે.