નવા વાયરસની ચીનમાં થઈ એન્ટ્રી

0
181

વર્ષ 2022 માં પ્રથમ વખત માનવોમાં H3N8 વાયરસ ફેલાવાની પુષ્ટિ થઈ હતી.ત્યારે કોરોના બાદ ચીનમાં ફરી એક વખત બર્ડફ્લુ નામના વાયરસે તબાહી મચાવી છે મનુષ્યોમાં H3N8 નામના બર્ડ ફ્લૂ વાયરસના કારણે પુખ્ત વયના એક વ્યક્તિનું મોત થયું છે.આ વાયરસના કારણે પ્રથમ વખત કોઈ વ્યક્તિનું મોત થયું છે.સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર દક્ષિણ ચીનના ઝોંગશાન શહેરમાં એક 56 વર્ષીય મહિલા H3N8 બર્ડ ફ્લૂથી સંક્રમિત થતા તેનું મૃત્યુ થયું હતું. WHO ના જણાવ્યા અનુસાર મહિલાને ગંભીર ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. એચથ્રીએનટુ  ફ્લૂ વાયરસ સામાન્ય રીતે માત્ર પક્ષીઓમાં જ જોવા મળે છે જેને એશિયાટિક ફ્લૂ અથવા રશિયન ફ્લૂ તરીકે પણ જાણીતી છે.