દિલ્હીમાં ઈન્ડિયન ડેફસ્પેસ સિમ્પોસિયમ 2023ને કર્યું સંબોધિત
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ભારતે ‘અવકાશમાં યુદ્ધ’ના ડોમેન સાથે આક્રમક અને રક્ષણાત્મક ક્ષમતાઓ બનાવવાની જરૂર છે. સૈન્યીકરણ અને અવકાશના શસ્ત્રીકરણનો સામનો કરવા માટે નાગરિક અને લશ્કરી બંને ક્ષેત્રોમાં પ્રશિક્ષિત અવકાશ માનવબળની જરૂરિયાત પર વાત કરી. તેઓ સંરક્ષણ ઉદ્યોગમાં સ્પેસ ટેક્નોલોજી અને તેની બદલાતી ગતિશીલતા સાથે ભારતે પરિવર્તન માટે કેવી રીતે તૈયાર રહેવું જોઈએ તેના પર વાત કરી હતી.