HomeUncategorizedમુખ્યમંત્રી ગેહલોત સામેની લડાઈમાં સચિન પાયલોટને મળ્યો દિગ્ગજ નેતાનો સાથ

મુખ્યમંત્રી ગેહલોત સામેની લડાઈમાં સચિન પાયલોટને મળ્યો દિગ્ગજ નેતાનો સાથ

રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે સચિન પાયલટના સવાલોનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે સચિન પાયલટ કોંગ્રેસની સંપત્તિ છે, જો તેમણે કંઈ કહ્યું હોય તો સરકારે તેનો જવાબ આપવો જોઈએ. હવે પાયલોટે મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછ્યો હોવાથી મુખ્યમંત્રી તેનો જવાબ આપશે કે નહીં તે સમયજ બતાવશે. પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે, અમારા નેતા રાહુલ ગાંધી કેન્દ્રમાં અદાણી વિરુદ્ધ લડી રહ્યા છે અને તેના પર કેન્દ્ર સરકારને ઘેરી છે. અને અહીં અમે ભ્રષ્ટાચારમાં પોતે કાર્યવાહી નહીં કરી શકતા. તેમણે એ પણ કહ્યું કે, સરકારે તેના પર જવાબ આપવો જોઈએ કે, આપણે ભ્રષ્ટાચાર પર કેટલું કામ કર્યું છે અને શું કાર્યવાહી કરી છે. આ સવાલ તો કોઈ સામાન્ય કાર્યકર્તા પણ કરી શકે છે. હવે વાત પાર્ટીની અંદરથી ઉઠેલા અવાજની છે. તેનો અમલ થવો જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments