ભારતીય સેના 20 એપ્રિલથી હેમકુંડ સાહિબ યાત્રાના માર્ગ પર બરફ હટાવશે

0
185

ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબની યાત્રાની તૈયારીઓ શરુ થશે

ઉત્તરાખંડમાં હેમકુંડ સાહિબની યાત્રાને સરળ બનાવવા માટે ભારતીય સેનાની ટીમ 20 એપ્રિલથી યાત્રાના માર્ગ પર જામેલા બરફને હટાવવાનું કામ શરૂ કરશે. સેનાના 418 સ્વતંત્ર ઇજનેર કોર્પ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર અમન આનંદ અને ઓફિસર કમાન્ડર કર્નલ સુનિલ યાદવની દેખરેખ હેઠળ કેપ્ટન માણિક શર્મા, સુબેદાર મેજર નેકચંદ અને હવાલદાર હરસેવક સિંહની ટીમે યાત્રા રૂટને સુચારૂ બનાવવા હેમકુંડના યાત્રા રૂટની તૈયારી કરી હતી. તેમણે ખાતરી આપી છે કે 20 એપ્રિલથી તેઓ હેમકુંડ સાહિબ ધામ સુધી બરફ કાપવાનું અને રોડ બનાવવાનું કામ શરૂ કરશે અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના યાત્રામાં કોઈ અડચણ આવવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે હેમકુંડ સાહિબ પહેલા એટલાકોટી ગ્લેશિયર છે. જ્યાં લગભગ 10 ફૂટ બરફ છે અને પવિત્ર સ્થાન હેમકુંડ સાહેબમાં પણ 8 થી 12 ફૂટ બરફ છે.