HomeDeshદલાઇ લામાએ કેમ માંગી માફી

દલાઇ લામાએ કેમ માંગી માફી

તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા એક બૌદ્ધ કાર્યક્રમમાં એક યુવાન છોકરાને લિપ પર કિસ કરતા જોવા મળે છે. આ દ્રશ્યનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાળકના હોઠને કિસ કર્યા બાદ તે તેને જીભ ચૂસવાનું કહેતા પણ જોવા મળે છે.આ વીડિયો વાયરલ થયા બાદ દલાઈ લામાએ માફી માંગી છે. તેમણે કહ્યું કે, તે છોકરા અને તેના પરિવારની તેના શબ્દોથી થયેલી વ્યથા બદલ માફી માંગે છે. ખરેખર, દલાઈ લામા એક બાળકને હોઠ પર ચુંબન કરતા અને પછી તેને “તેની જીભ ચૂસવા” કહેતા હોવાના વીડિયોએ વિવાદ જગાવ્યો છે.વીડિયોમાં દલાઇ લામા સગીર છોકરાને પૂછી રહ્યા છે કે, “શું તું મારી જીભ ચૂસી શકે છે.” આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ક્રમમાં દલાઈ લામાએ માફી માંગી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments