ભારતની વસ્તીમાં ઇમ્યુનિટી ઘટતા કોરોનાની ચોથી લહેરની સંભાવના

    0
    169

    દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ચિંત્તાજનક સમાચાર આવ્યાં છે. ભારતની વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિ ઘટવાને કારણે કોરોનાની ચોથી લહેરની સંભાવના વધી ગઈ છે . WHOનાં સાઉથ ઈસ્ટ એશિયાનાં ચીફ ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે જણાવ્યું હતું. કોરોનાની ચોથી લહેરને રોકવા ભારતમાં સર્વેલન્સ વધારવું પડશે તેમજ વધુને વધુ લોકોને વેક્સિન આપવી પડશે તેમ તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ નોંધાતા નવા કેસની સંખ્યા 6000નો આંક વટાવી ગઈ છે