HomeGujaratએસ.ટી નિગમની વોલ્વો બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો

એસ.ટી નિગમની વોલ્વો બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ક્યારેક ગાડીમાં,બસમાં તો પછી ક્યારેક ટ્રેનમાં દારૂની હેરફેરની ઘટનાઓ સામે આવતી હોય છે તેની વચ્ચે એસ.ટી નિગમની વોલ્વો બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે.દીવથી ગાંધીનગર જતી બસમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઈવર-કંડક્ટરને પોલીસે ઝડપી લીધા  હતા.  ઉના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે- દીવથી જતી ગાંધીનગરની વોલ્વો બસમાં વિદેશી દારૂ લઇ જવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા તપાસ કરતાં બસની ઉપરના ભાગે આવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ડ્રાઈવર અને કંડક્ટરને પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments