ભારતે ચીન-પાકિસ્તાનને આપ્યો ઝટકોઃ શ્રીનગરમાં G-20 બેઠકની તારીખ નક્કી

0
146

ભારતે ચીન અને પાકિસ્તાનના વિરોધને અવગણીને શ્રીનગરમાં જી-20 બેઠકની તારીખ નક્કી કરી છે. ભારતે શુક્રવારે તેના G-20 કેલેન્ડરને અપડેટ કરતા કહ્યું કે પ્રવાસન પર કાર્યકારી જૂથની બેઠક 22 થી 24 મે દરમિયાન શ્રીનગરમાં યોજાશે. પાકિસ્તાન અને ચીન ઈચ્છતા ન હતા કે પર્યટન પર G-20 વર્કિંગ ગ્રૂપની બેઠક અહીં યોજાય. આ માટે પાકિસ્તાને સાઉદી અરેબિયા, તુર્કી અને ચીનને પણ એક જૂથ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતે હવે સ્પષ્ટ કર્યું છે કે આ બેઠક શ્રીનગરમાં જ યોજાશે.