અંબાલાલ પટેલે શુ કરી આગાહી- જાણો કેટલા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

0
48

હવામાનના જાણકાર અંબાલાલ પટેલ ફરી એક વાર આગાહી કરી છે,,તેમની માનીએ તો માર્ચની જેમ એપ્રિલમાં પણ માવઠું પડશે,  ગરમીની સાથે વરસાદ હોવાથી રોગચાળો પણ વકરશે બીજી બાજુ ખેતરમાં ઉભો પાક માવઠાને કારણે બગડી જવાથી ખેડૂતોને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. અંબાલાલ પટેલે  જે  આગાહી કરી છે તે પ્રમાણે તારીખ 8 અને 9મી એપ્રિલે એટલે શનિવાર અને રવિવારે હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 10મી અને 11મી તારીખે ફરી એકવાર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.10 અને 11 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 10મીએ સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભાવનગરમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 11મી એપ્રિલે પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે