રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે આસામના તેજપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ 30 MKI ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. મુર્મુ પહેલા દેશના 12મા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 2009માં સુખોઈમાં ઉડાન ભરી હતી.પ્રતિભા પાટીલે સુખોઈમાં ઉડાન ભરીને બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.પ્રતિભા પાટીલ પહેલા ડૉ. એપીજે અબ્દુલ કલામે રાષ્ટ્રપતિ તરીકે 8 જૂન, 2006ના રોજ સુખોઈમાં ઉડાન ભરી ચૂક્યા છે. આવું કરનાર તેઓ દેશના પહેલા રાષ્ટ્રપતિ હતા. પ્રતિભા પાટીલે તેમના પછી સુખોઈમાં ઉડાન ભરી. હવે દ્રૌપદી મુર્મુ સુખોઈની ઉડાન ભરનાર ત્રીજા રાષ્ટ્રપતિ બન્યાં છે. આસામના તેજપુર એરફોર્સ સ્ટેશન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ આજે સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુ 6 થી 8 એપ્રિલ સુધી આસામના પ્રવાસે છે.