શ્રીનગરમાં કરવામાં આવ્યું ‘જેન્ડર ઓડિટિંગ’ વર્કશોપનું આયોજન

0
832

મહિલાઓને સશક્ત કરવા અને તેમને સમાન અધિકાર પર ચર્ચા કરાઈ

જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓને સશક્ત કરવા અને તેમને સમાન અધિકાર આપવા માટે ‘જેન્ડર ઓડિટિંગ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન કોલેજ ઓફ એજ્યુકેશન શ્રીનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પુરૂષો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.અને સ્ત્રી પુરુષ સમાનતાના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો. હકારાત્મક પરિણામની ખાતરી કરવા માટે નિર્ણય લેવામાં મહિલાઓની ભાગીદારી મહત્વપૂર્ણ છે. તમામ જાતિઓ માટે સમાન તકોને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકા પર ભાર મુકવામાં આવ્યો.